તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 10th September 2026
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ સહિત વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન:ધારાસભ્યો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા હપ્તાખોરીનો આરોપ લગાવ્યો: વિરોધ પ્રદર્શનને પગલે વિધાનસભા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ સહિત વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તુષાર ચૌધરી અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના એપ્રન પહેરીને પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશતા રોકવામાં આવતા ધારાસભ્યો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે વિધાનસભા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
