તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ અમર્યાદિત ભાષાના ઉપયોગ સામે ગુજરાત ભાજપ આક્રમક : કોંગ્રેસ પર 'સડકછાપ' માનસિકતા અને અરાજકતાનો ગંભીર આક્ષેપ
ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનની આકરી ટીકા કરી : વડાપ્રધાન તથા તેમના સ્વર્ગસ્થ માતા-પિતા સામે અસંસદીય શબ્દો પ્રયોજવા બદલ કોંગ્રેસ નેતૃત્વને આડેહાથ લીધું

ગાંધીનગર - કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના વડાપ્રધાન માટે કરવામાં આવેલી કથિત અમર્યાદિત અને અસંસદીય ટિપ્પણીઓને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. આ મામલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે એક તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષ અને તેના શીર્ષ નેતૃત્વ સામે આકરા પ્રહારો કર્યા છે.
ડો. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સાર્વજનિક મંચો અને કાર્યક્રમોમાં જે પ્રકારે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કરે છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ માત્ર અરાજકતાવાદી જ છે, પરંતુ ગાલી-ગલોચ કરવી અને જૂઠાણાં ફેલાવવા એ હવે આ પક્ષની વાસ્તવિક ઓળખ બની ચૂકી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના સ્વર્ગસ્થ માતાજી અને સ્વર્ગસ્થ પિતાજીનું અપમાન કરવાના પ્રયાસો સતત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પ્રયોજાતી અસંસદીય ભાષાનો ઉલ્લેખ કરતા પ્રવક્તાએ ઉમેર્યું હતું કે ખડગેજી અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ હવે 'સડકછાપ' માનસિકતા પર ઉતરી આવ્યા છે. સતત મળી રહેલી ચૂંટણી હારની હતાશા અને નિરાશાના કારણે કોંગ્રેસ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને તેમની વૈચારિક અભિવ્યક્તિ કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે.
વડાપ્રધાનનું અપમાન એટલે જનદેશનું અપમાન અને દેશની રાજકીય મર્યાદાઓનું અપમાન હોવાનું જણાવી તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે આ જ કોંગ્રેસનો અસલી ચહેરો છે, જેને દેશની જનતાી સારી રીતે નિહાળી રહી છે. દેશની જનતા આવી અમર્યાદિત ભાષાની આકરી નિંદા પણ કરશે અને સમય-સમય પર કોંગ્રેસને તેનો યોગ્ય જવાબ પણ આપશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
