હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th October 2026
ગાંધીનગર મનપાની ચૂંટણી દરમિયાન હોબાળાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
PI એ.એમ. દેસાઈ ફરિયાદી બન્યા:મેવાણી પર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, અભદ્ર વ્યવહાર કરવા, ભડકાઉ ભાષણ આપવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનના PI એ.એમ. દેસાઈ ફરિયાદી બન્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, અભદ્ર વ્યવહાર કરવા, ભડકાઉ ભાષણ આપવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પરમારની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં હોબાળો થયો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા મેવાણી સામે ફરિયાદ નોંધવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
