<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ભગવાન જગન્નાથજીની ભક્‍તિમાં લીન કોંગ્રેસઃ સુખ-શાંતિ-સમૃધ્‍ધિ માટે પ્રાર્થના

અમિત ચાવડા, શક્‍તિસિંહજી ગોહિલ, દિનેશ ઠાકોર સહિતના કોંગી આગેવાનોએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યાઃ ‘જય રણછોડ માખણ ચોર'ના નાદ ગુંજયા

રાજકોટઃ ભગવાન શ્રી જગન્નાથજીની સાંસ્‍કળતિક, પૌરાણિક તેમજ ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા તથા પૂજનવિધિના પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ધારાસભ્‍યો, આગેવાનો અને કાર્યકરો શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન તથા આરતી કરી હતી અને રાજ્‍યની જનતાની સુખાકારી, સમળદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે ભગવાન શ્રી જગન્નાથજીને -ાર્થના કરી હતી.

ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે રથની પૂજા-અર્ચના કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ, આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં કાર્યકરોએ ‘‘જય રણછોડ માખણ ચોર'',‘‘ હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી'',‘‘જય જગન્નાથજી'' નાં નાદના ઉત્‍સાહ સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા તથા નગરજનોને પડી રહેલી મંદી, મોંઘવારી, બેરોજગારી તથા ખેડૂતોને પડી રહેલ મુશ્‍કેલીઓ સહિતની સમસ્‍યાઓ-મુશ્‍કેલીઓમાં રાહત અપાવે તેવી અંતઃકરણથી પ્રાર્થના કરી હતી.

જગન્નાથ મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવી. ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ આરતી કરીને એઆઇસીસીનાં રાષ્‍ટ્રીય પ્રવક્‍તા અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી શક્‍તિસિંહ ગોહિલ, ધારાસભ્‍યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્‍યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્‍યાસુદ્દીન શેખ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી અશોક પંજાબી, પ્રદેશ મહામંત્રીશ્રી નીશીત વ્‍યાસ, ડૉ. હિમાંશુ પટેલ, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી રાજેશ સોની, મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્‍વીનર અને પ્રવક્‍તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્‍તાશ્રીઓ ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક, શ્રી પ્રગતિબેન આહિર, ગુજરાત પ્રદેશ સોશીયલ મીડીયાના ચેરમેન શ્રી ભુમન ભટ્ટ, કોર્પોરેટરશ્રી નિરવ બક્ષી, કલ્‍પનાબેન કોંડેકર, કામીનીબેન ઝા, શ્રી ધળવ કલાપી, શ્રી મીનાબેન નાયક, શ્રી હાજીભાઈ, શ્રી જયમન શર્મા, શ્રી હિતેન્‍દ્ર પીઠડીયા, પ્રદેશ અગ્રણી શ્રી ભરત મકવાણા, શ્રી નિકુંજભાઈ બલર, શ્રી કલ્‍પેશભાઈ પટેલ, શ્રી દેવર્શી શાહ, શ્રી જગત શુકલ, શ્રી મંદાકીનીબેન પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મનીષા પરીખ, શ્રી કળતાર્થ દવે, શ્રી ઝીલ શાહ, શ્રી હેતાબેન પરીખ સહિત શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહી ભગવાન જગન્નાથજીનાં ચરણે શીશ ઝુકાવીને રાજ્‍યમાં તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાથ્‍યા હતા

(2:56 PM IST)