તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
હવે અઠવાડિયામાં વરસાદ ન આવે તો ખરીફ પાક માટે ચિંતા ‘ઉગશે'
સુખી ધરતી, પ્યાસે ખેત, બાદલ બિન હર મૌસમ શ્વેત, નામ મેં ટકટકી લગાએ નયન, બારીસ બિન વ્યાકુલ મન સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીનનું વાવેતર : ગુરૂવારે ભીમ અગીયારસના શુકન સચવાવાની ખેડૂતોને આશા

રાજકોટ, તા. રર : ગુજરાતમાં સમાન્ય રીતે ૧પ જુન આસપાસ વાવણી લાયક વરસાદ થઇ જાય છે. આ વખતે આજે રર જુન થઇ ગઇ જતા વાવણી કરવા જેવો વરસાદ ન થતા ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે. તા. રપ ગુરૂવારે ભીમ અગીયારસ છે. તે દિવસે મેઘરાજા શુકન સાચવે તેવી ખેડૂતોને આશા છે. જો હવે અઠવાડિયામાં ધોધમાર વરસાદ ન થાય તો ખરીફ પાકના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જા શે તેવું કૃષિ ક્ષેત્રના વર્તુળોનું કથન છે.
ગુજરાતમાં ખરીફ (ચોમાસુ), રવિ (શિયાળુ) અને (ઉનાળુ) એમ ત્રણેય ઋતુમાં પાક લેવાય છે. રોકડીયા પાકો ગુજરાત કપાસ અને મગફળીના ઉત્પાદનમાં દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગફળી અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં કપાસનું મબલખ ઉત્પાદન થાય છે. ઉપરાંત તમાકુ (ચોરતર પ્રદેશ) અને એરંડા (દિવેલા) પણ મોટા પ્રમાણમાં થાય છે. ધાન્ય પાકો ડાંગર (ચોખા), ઘઉં, બાજરી અને જુગાર અહીંના મુખ્ય ધાન્ય પાકો છે. ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં તેની ગુણવતા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેલીબિયા મગફળી ઉપરાંત સરસવ, તલ અને સોયાબીનું પણ વાવેતર થાય છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસામાં (ખરીફ પાક) કપાસ, મગફળી અને સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જુનમાં મોટાભાગના વિસ્તાોરમાં વાવણી થઇ જતી હોય છે. વરસાદ માટે અષાઢ મહિનો સૌથી વધુ મહત્વનો છે. આ વખતે બે જેઠ માસ હોવાથી ગુજરાતી કેલેન્ડર પ્રમાણ અષાઢ મહિનો મોડો છે. અષાઢ માસનો પ્રારંભ ૧પ જુલાઇથી થશે. ખરીફ પાકનું વાવતેર મોડુ થવાથી ઉપજના પ્રમાણ પર તેની અસર આવે છે. હવે અઠવાડિયાથી વધુ સમય સુધી વરસાદ ન આવે તો મોડો ગણાય. ખેડૂતો જલદી મેઘરાજા વરસશે તેવી આશાએ આકાશ સામે મીટ માંડીને બેઠા છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
