તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કમ્પ્યુટર એન્જિનિ યરિગની ખાલી બેઠકો ૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએઃ આ વર્ષે અડધોઅડધ બેઠકો ખાલી
કુલ વધારાયેલી ૪૫,૬૨૦ બેઠકોમાંથી માત્ર ૨૨,૮૪૭ બેઠકો ભરાઈ શકી હતી, જ્યારે ૨૨,૭૭૩ બેઠકો ખાલી રહી હતી, એટલે કે માત્ર ૫૦.૧% બેઠકો જ ભરાઈ હતી

અમદાવાદ તા.૨૭: ગુજરાતભરમાં કમ્પ્યુટર અને તેની સંબંધિત એન્જાિનિયરિગ શાખાઓમાં ખાલી પડેલી બેઠકોની સંખ્યા પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેમાં ૨૦૨૬માં લગભગ અડધોઅડધ બેઠકો ખાલી રહી છે. કુલ વધારાયેલી ૪૫,૬૨૦ બેઠકોમાંથી માત્ર ૨૨,૮૪૭ બેઠકો ભરાઈ શકી હતી, જ્યારે ૨૨,૭૭૩ બેઠકો ખાલી રહી હતી, એટલે કે માત્ર ૫૦.૧% બેઠકો જ ભરાઈ હતી.
પ્રવેશમાં સતત બીજા વર્ષે થયેલા ઘટાડાને પગલે આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે સંસ્થાઓની કુલ બેઠક ક્ષમતા ૨૦૨૧માં ૨૬,૬૩૦ થી સતત વધીને ૨૦૨૬માં ૪૫,૬૨૦ થઈ ગઈ હતી, પરંતુ તેની સામે વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા ૨૦૨૪માં ૨૭,૩૦૨ની ટોચ પરથી ઘટીને ૨૦૨૫માં ૨૪,૫૦૭ અને ૨૦૨૬માં વધુ ઘટીને ૨૨,૮૪૭ થઈ ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લગભગ એક દાયકા સુધી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહ્યા બાદ કમ્પ્યુટર એન્જાિનિયરિગની માંગ હવે નરમ પડવા લાગી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ ૧૦ વર્ષ સુધી ટોચના સ્થાને રહ્યું છે, પરંતુ હવે માંગ ઘટી રહી છે. આ ટ્રેન્ડ પાછળ સતત બેઠકોમાં વધારો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને કારણે આવેલા ફેરફારો અને કેમ્પસ પ્લેસમેન્ટ છે. જે પ્લેસમેન્ટ અગાઉ જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જતું હતું તે હવે ઓક્ટોબર સુધી લંબાઈ રહ્યું છે.
પ્રવેશની દ્રષ્ટિએ કમ્પ્યુટર એન્જાિનિયરિગ હજુ પણ ગુજરાતની સૌથી મોટી એન્જિનિયરિગ શાખા બની રહ્યું છે. બીજી તરફ, પરંપરાગત શાખાઓ ધીમે ધીમે ફરી ગતિ પકડી રહી છે. મિકેનિકલ એન્જિનિયરિગમાં પ્રવેશ ૨૦૨૪માં ૩,૦૩૬ થી વધીને ૨૦૨૫માં ૩,૫૦૩ થયો હતો. સિવિલ એન્જાિનિયરિગમાં પ્રવેશ ૨,૬૫૪ થી વધીને ૨,૯૩૯ પર પહોંચ્યો હતો. ઇલેક્ટ્રિકલ એન્જાિનિયરિગમાં પ્રવેશ ૨,૦૫૬ થી વધીને ૨,૧૬૪ થયો હતો. કેમિકલ એન્જાિનિયરિગ ૧,૭૮૬ થી વધીને ૧,૮૧૧ થયો હતો. બાયોટેકનોલોજી ૫૩૦ થી વધીને ૬૭૬ પર પહોંચી હતી. અન્ય વિશિષ્ટ શાખાઓમાં ૨૦૨૫માં ટેક્સટાઇલ એન્જિનિયરિગમાં ૧૦૫, ડેરી એન્જિનિયરિગમાં ૩૭ અને એગ્રિકલ્ચર એન્જિનિયરિગમાં ૧૯ એડમિશન નોંધાયા હતા.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
