<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી વાર દૂષિત પાણીની ફરિયાદ: રહીશોમાં ભારે રોષ ફેલાયો

નર્મદાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ થતાં 7થી વધુ સોસાયટીઓમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી: મનપાની ટીમે સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ એકત્ર કરીને તપાસ માટે મોકલ્યા

અમદાવાદના ગોતા વિસ્તારમાં ફરી એકવાર દૂષિત પાણીની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદાના પાણીમાં ગટરના પાણીનું મિશ્રણ થતાં 7થી વધુ સોસાયટીઓમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જેના કારણે રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને પીવાના પાણી માટે બહારથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ટીમે સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ એકત્ર કરીને તપાસ માટે મોકલ્યા છે. તપાસ અહેવાલ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

(7:11 PM IST)