તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 5th September 2026
અમદાવાદના વસ્ત્રાલના હરભોળા પાર્કમાં શ્વાનના આતંક મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જર્મન શેફર્ડ નામના શ્વાને કચરો ફેંકવા ગયેલી જેઠાણીને બચકું ભરતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો :કોર્પોરેશનની CNCD વિભાગની ટીમે કાર્યવાહી કરી શ્વાનને પાંજરામાં પૂર્યો અને તેને શેલ્ટર હોમમાં ખસેડ્યો

અમદાવાદના વસ્ત્રાલના હરભોળા પાર્કમાં શ્વાનના આતંકનો મામલો સામે આવ્યો છે. જર્મન શેફર્ડ નામના શ્વાને કચરો ફેંકવા ગયેલી જેઠાણીને બચકું ભરતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. શ્વાનના કારણે દેરાણી-જેઠાણી વચ્ચે પણ ઝઘડો થયો હતો. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ કોર્પોરેશનની CNCD વિભાગની ટીમે કાર્યવાહી કરી શ્વાનને પાંજરામાં પૂર્યો હતો અને તેને શેલ્ટર હોમમાં ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, દેરાણીએ ભૂલ સ્વીકારવાને બદલે બચાવ કરતાં ઝાંપો ભૂલથી ખુલ્લો રહી ગયો હોવાનો દાવો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
