તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં પાણીના ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે ટક્કર: 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત
ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત: સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પાણીના ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ સેક્ટર-7 પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
