<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય : આવતીકાલે તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર

વરસાદી આપદા વચ્ચે બાળકો અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે આ રજા જાહેર કરાઈ

 

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની ગંભીર આગાહીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આવતીકાલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, જેમાં આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે બંધ રહેશે. વરસાદી આપદા વચ્ચે બાળકો અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે આ રજા જાહેર કરવામાં આવી છે.

(12:41 AM IST)