<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સૌરાષ્‍ટ્રમાં ઠંડીનો ચમકારો

બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી : વહેલી સવારે નલિયા અને અમરેલી ૧૮.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડા, વડોદરામાં ૧૯.૪, મહુવામાં ૧૯.૯, સુરતમાં ૨૦, ગાંધીનગરમાં ૨૦.૫, અમદાવાદ અને કેશોદમાં ૨૧.૨, રાજકોટમાં ૨૧.૭, ભુજમાં ૨૨.૨ તથા દ્વારકામાં ૨૪.૨ ડિગ્રી તાપમાન

અમદાવાદ તા. ૧૭: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વહેલી સવારે નલિયા અને અમરેલી ૧૮.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડા રહ્યા હતા. વડોદરામાં ૧૯.૪, મહુવામાં ૧૯.૯, સુરતમાં ૨૦, ગાંધીનગરમાં ૨૦.૫, અમદાવાદ અને કેશોદમાં ૨૧.૨, રાજકોટમાં ૨૧.૭, ભુજમાં ૨૨.૨ તથા દ્વારકામાં ૨૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં આજે મંગળવારે મહત્તમ તાપમાન ૩૪ અને રાત્રે લઘુત્તમ ૨૧ ડિગ્રીની આસપાસ તથા રાજકોટમાં મહત્તમ ૩૭ અને લઘુત્તમ ૨૨ ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની શકયતા છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોના કારણે રાજ્‍યમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધુ વધતા લોકોએ ગરમ કપડાં કાઢવાની તૈયારી રાખવી પડશે.

જો કે આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં અનેક શહેરોમાં ઠંડી અનુભવાઇ હતી. છેલ્લા કેટલાક દિ'થી ઠંડી જેવો અહેસાસ થતો હતો જે આજે સવારે વધી જવા પામ્‍યો હતો.

(4:09 PM IST)