<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

છોટાઉદેપુરના ઓરસંગ નદીના પટમાં બંધ પડેલી લીઝનો ખાડો જીવલેણ બન્યો:ધંધોડા નજીક લીઝના ઊંડા ખાડામાં પડી જતાં એક વ્યક્તિનું મોત

લીઝના ખાડાઓને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ: PM બાદ મૃતદેહને ફરી નદીના પટમાં લવાયો :કલેક્ટર અને ખાણખનીજ અધિકારી સ્થળ પર આવે તેવી માંગ

છોટાઉદેપુરના ઓરસંગ નદીના પટમાં બંધ પડેલી લીઝનો ખાડો જીવલેણ બન્યો છે. ધંધોડા નજીક લીઝના ઊંડા ખાડામાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લીઝમાં નિયમ કરતા વધુ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે, જેના કારણે આ દુર્ઘટના બની છે. લીઝના ખાડાઓને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. PM બાદ મૃતદેહને ફરી નદીના પટમાં લાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ કલેક્ટર અને ખાણખનીજ અધિકારી સ્થળ પર આવે તેવી માંગ કરી છે. અધિકારીઓ સ્થળ પર નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં હટાવવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.

(7:30 PM IST)