<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

દેવગઢ બારીયામાં વીજ કંપનીના કર્મચારીઓ સાથે બબાલ :ડુંગરી ફળિયામાં આંગણવાડીના નવા વીજ જોડાણ દરમિયાન માથાકૂટ

વીજપોલ ઊભો કરવા સ્થળ તપાસ માટે પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓ સાથે એક શખ્સે ઝપાઝપી કરી:કર્મચારીનો મોબાઇલ ફોન ઝૂંટવી લઈ ધમકી આપ્યાનો આક્ષેપ

દાહોદઃ દેવગઢ બારીયામાં વીજ કંપનીના કર્મચારીઓ સાથે બબાલની ઘટના સામે આવી છે. ડુંગરી ફળિયામાં આંગણવાડીના નવા વીજ જોડાણની કામગીરી દરમિયાન માથાકૂટ થઈ હતી. વીજપોલ ઊભો કરવા માટે સ્થળ તપાસ કરવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓ સાથે એક શખ્સે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન કર્મચારીનો મોબાઇલ ફોન ઝૂંટવી લઈ ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વીજ કંપનીના નાયબ એન્જિનિયરે મારામારી કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

(6:39 PM IST)