<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

આણંદના નાપા તળપદના એકતાનગરમાં બે જૂથો વચ્ચે ધિંગાણું: લાકડીઓ અને ધારિયાં વડે હુમલો

અચાનક થયેલી આ મારામારીને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ :મારામારીમાં સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા

આણંદ જિલ્લાના નાપા તળપદ ગામના એકતાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી મારામારીની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં જાહેરમાં ભારે હોબાળો અને મારામારી થઈ હતી. બંને જૂથના સભ્યોએ લાકડીઓ અને ધારિયાં જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક થયેલી આ મારામારીને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બંને જૂથો વચ્ચે મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી મારામારીમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા

(7:23 PM IST)