<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

લીંબડીના ઘાંઘોસર ગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ :હથિયારોથી હુમલો :ચારથી વધુ લોકોને ઇજા

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘાઘોસર ગામમાં બે પરિવારો વચ્ચે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. અંગત અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે બબાલ વધતાં હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ અંગત વિવાદને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:47 PM IST)