તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 12th November 2026
સુરતના તાપી નદી પર અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે શહેરનો પહેલો મેટ્રો બ્રિજ તૈયાર
હાઇ ફ્લડ લેવલથી 7 મીટર ઊંચો અને કેબલ બ્રિજ પછી 20 મીટરની ઊંચાઈ:કુલ 144 સેગમેન્ટલ ગર્ડર ધરાવતા આ 400 મીટર લાંબા બ્રિજ પર 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે

સુરતના તાપી નદી પર અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે શહેરનો પહેલો મેટ્રો બ્રિજ તૈયાર થઈ ગયો છે, જે પેરિસના રિવરફ્રન્ટ બ્રિજ જેવો આકર્ષક નજારો પૂરો પાડશે અને કરોડોના ખર્ચે બનેલા તાપી રિવરફ્રન્ટ પરથી પસાર થશે. આ બ્રિજના નિર્માણમાં વર્ષ 2006ના પૂરના ડેટાને વિશેષ ધ્યાનમાં રાખીને નદીના વહેણમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે 50 મીટરના 8 વિશાળ સ્પાન મૂકવામાં આવ્યા છે.હાઇ ફ્લડ લેવલથી 7 મીટર ઊંચો અને કેબલ બ્રિજ પછી 20 મીટરની ઊંચાઈ ધરાવતો આ બ્રિજ સુરત શહેરનો બીજો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે.
કુલ 144 સેગમેન્ટલ ગર્ડર ધરાવતા આ 400 મીટર લાંબા બ્રિજ પર 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ મેટ્રો બ્રિજના શરૂ થવાથી અડાજણ, પાલ અને રાંદેર વિસ્તારના મુસાફરો કોઈપણ પ્રકારના ટ્રાફિક વિના મેટ્રો મારફતે સીધા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશને આસાનીથી પહોંચી શકશે. .
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
