<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજપીપલા પાલિકાની લાપરવાહીથી નગરજનો ત્રસ્ત: પાણી અને સફાઈ મામલે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત

આ મહત્વની બેઠક છતાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર જયકિશન તડવી ગેરહાજર રહ્યા હતા જેથી કલેકટર ગંગાસિંઘે પ્રાંત અધિકારીને તપાસ કરી સમસ્યા હલ કરવા સૂચના આપી

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપલા નગરપાલિકા તંત્ર ની ગંભીર બેદરકારી ને કારણે નગરજનો ત્રાસી ગયા છે .અને પાલિકાતંત્ર ને અનેકવાર રજુઆત કરવા છતાં નિરાકરણ નહિ આવતા . છેવટે મામલો કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ " સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક માં રજુ થયો હતો .
  પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં નગરજનોએ ખોબલે ખોબલે ભાજપને 28 પૈકી 25 બેઠકોની જંગી બહુમતી આપવા છતાં રસ્તા, પાણી ,કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધા માટે પણ પાલિકા તંત્ર લાપરવાહ રહેતા નગરજનોને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરવી પડે છે. અત્રે પાલિકા વોર્ડ નં -1 માં પીવાના પાણી ની તંગી અને સફાઈ કામગીરી ના ધાંધિયા ને કારણે સ્થાનિક યુવાન કુલદીપ કાછીયાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરતા કલેકટર ચોંકી ઉઠ્યા હતા. ત્યારે આ મહત્વની બેઠક છતાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર જયકિશન તડવી ગેરહાજર રહ્યા હતા જેથી કલેકટર ગંગાસિંઘે પ્રાંત અધિકારી ને આ મામલે સ્થળ તપાસ કરી સમસ્યા હલ કરવા સૂચના આપી હતી . જોકે આમ જોવા જઈએ તો શહેર ના મોટાભાગના વિસ્તારો માં પાણી સફાઈ ની બુમો છે છતાં કોઇજ ધ્યાન આપતું નથી.
રાજપીપલા પાલિકામાં દોઢ વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ઇન્ચાર્જના ભરોસે છે .
રાજપીપલા નગરપાલિકા માં ભાજપ ની નબળી નેતાગીરી ને કારણે ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે અને ડભોઇના અધિકારીને ચાર્જ સોંપાયો છે . આ અધિકારી મોટેભાગે ગેરહાજર રહેતા હોય પાલિકા ના વહીવટ પર વિપરીત અસર પડે છે . પાલિકાથી લઇ રાજ્ય સરકાર સુધી ભાજપ શાશન હોવા છતાં સ્થાનિક ભાજપ નેતાઓ ચીફ ઓફિસરની નિમણુંક નથી કરાવી શકતા તેનું સૌને આષ્ચર્ય છે . ત્યારે મળતી માહિતી મુજબ કલેકટર ને પાલિકા તંત્રની લાપરવાહીની રજુઆત થયાનું જાણી પાલિકા પ્રમુખ અને સભ્યો કલેકટર નર્મદા એ ચાર્જ સંભાળ્યા ના બે મહિના બાદ કલેકટર ની શુભેચ્છા મુલાકાતે દોડી ગયા હોવાનું જાણવા મળે છે . હવે રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર મુકાઈ એ જરૂરી બન્યું છે

(11:39 PM IST)