તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ચોલા ફાઇનાન્સનો ઉઘરાણી ક્લાર્ક ગુમ : હપ્તો લેવા ગયા બાદ લાપતા
રાજપીપળા મોતીબાગ માં કામે જાઉં છું, કહી નિકળેલ યુવાન ગુમ કે અપહરણ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ના મોતીબાગ વિસ્તાર માં રહેતો યુવાન ગુમ થતા પત્નીએ પોલીસમાં જાણ કરી છે.
મળતી માહિતી અનુસાર હિરલબેન હિતેશભાઈ ગિરીશભાઈ વસાવા ( રહે. રાજપીપળા, મોતીબાગ) નાઓએ રાજપીપળા પોલીસને જાણ કર્યા મુજબ તેમના પતિ હિતેશભાઈ ગિરીશભાઈ વસાવા( રહે. રાજપીળા, મોતીબાગ) નાઓ ગત તારીખ ૫ નવેમ્બરે બપોરે વાહનનો હપ્તો લેવા ગયા હતા પરંતુ તેઓ આજદિન સુધી પરત ઘરે નહીં આવતા તેમના પત્ની એ અપહરણ કે ગુમ થયાની શંકા બતાવી રાજપીપળા પોલીસ સ્ટેશન માં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.હિરલબેન ના જણાવ્યા મુજબ તેમના પતિ હિતેશભાઇ ચોલા ફાઇનાન્સમાં નોકરી કરતા હોય જેઓ કોઈક ગ્રાહક પાસે બાકી પડતો હપ્તો લેવા ગયા બાદ પરત નહીં આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. હીરલબેને વધુમાં જણાવ્યું કે જ્યાં હપ્તો લેવા જવાનું કહ્યું હતું ત્યાં પણ અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓ અહીંયા આવ્યા જ નથી. ત્યારે હિતેશભાઇ ગુમ થયા કે તેમનું અપહરણ થયું એ બાબતે પોલીસ તપાસ કરી શોધખોળ કરે છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
