તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
ટુ-વ્હિલરના ચોઈસ નંબરની બોલી લગાવી, પૈસા ફોર-વ્હિલરના કપાયા
ગાંધીનગર RTOમાં હરાજીની ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ ખામી સર્જાઇ : ૪ અરજદારોના ખાતામાંથી બોલી કરતાં હજારો રૂપિયા વધુ ડેબિટ થયા

ગાંધીનગર,તા.૧૯: ગાંધીનગર RTOમાં વાહનોના પસંદગીના એટલે કે ચોઈસ નંબર લેવા માટે યોજાયેલી હરાજીની પ્રક્રિયામાં ટેકિનકલ ખામી સર્જાઈ હતી. તેના કારણે અરજદારોના ખાતામાંથી બોલી કરતાં વધુ રકમ કપાઈ જવાની ઘટના સામે આવી છે. ૧૫ થી ૧૭ નવેમ્બર દરમિયાન ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નંબર લેવા માટે ઓનલાઈન હરાજી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ટેકિનકલ ખામીને કારણે ચાર જેટલા અરજદારોના વધારે રૂપિયા કપાઈ જતા તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેમાં ટુ-વ્હિલર માટે બોલી લગાવનાર અરજદારોના ખાતામાંથી ભૂલથી ફોર-વ્હિલરના ચોઈસ નંબર મુજબની રકમ કપાઈ ગઈ હતી. સામાન્ય રીતે ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના ચોઈસ નંબર માટે અલગ-અલગ ફી તેમજ બોલીની રકમ નક્કી થતી હોય છે. પરંતુ આ ટેકિનકલ ફોલ્ટના ભોગ બનેલા એક અરજદારે ટુ-વ્હિલરના ચોઈસ નંબર માટે માત્ર રૂ. ૮ હજારની બોલી લગાવી હતી, તેમ છતાં તેમના બેંક ખાતામાંથી સીધા રૂ. ૪૦ હજાર કપાઈ ગયા હતા. એટલે કે નિર્ધારિત બોલી કરતા પૂરા રૂ. ૩૨ હજાર વધુ રકમ કપાઈ જતાં અરજદાર ચોંકી ઉઠ્યા હતા.
આ પ્રકારે અણધારી રીતે મોટી રકમ કપાઈ જવાની ઘટના બાદ તપાસ કરતા કુલ ૪ અરજદારો આ ટેકિનકલ ક્ષતિનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત અરજદારોએ ગાંધીનગર ય્વ્બ્ કચેરીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
