News of Friday, 29th May 2026
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ૪ નવા બાળકેન્દ્રી અભ્યાસક્રમ પ્રારંભ

રાજકોટ તા. ર૯ :.. ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ થી નવી શિક્ષણ નીતિ (NEP-૨૦૨૦) અને યુજીસીના માપદંડો મુજબ નવા અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર, બાળકેન્દ્રી, સંશોધન આધારિત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુસર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે બી.એ. (ઓનર્સ / ઓનર્સ વિથ રિસર્ચ) અંતર્ગત શિક્ષણશાષા અને મનોવિજ્ઞાન વિષયો તેમજ બી.એસસી. (ઓનર્સ / ઓનર્સ વિથ રિસર્ચ) અંતર્ગત ગળહવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન વિષયો ઉપલબ્ધ રહેશે. પ્રવેશ માટે ધોરણ ૧૨ પાસ વિનિયન , વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
યુનિવર્સિટી ખાતે આ અભ્યાસનું માધ્યમ ગુજરાતી રહેશે જ્યારે પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપી શકાશે. અભ્યાસ ફી ભાઈઓ માટે રૂ. ૨૨૫૦/- અને બહેનો માટે રૂ. ૧૮૦૦/- નક્કી કરવામાં આવેલ છે. ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારના નિયમો મુજબ વિવિધ શિષ્યવળત્તિ યોજનાઓનો લાભ પણ વિદ્યાર્થીઓને મળશે.
નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને એક વર્ષ પૂર્ણ થતાં યુજી સર્ટિફિકેટ, બે વર્ષ પૂર્ણ થતાં યુજી ડિપ્લોમા, ત્રણ વર્ષ પૂર્ણ થતાં યુજી ડિગ્રી તથા ચાર વર્ષ પૂર્ણ થતાં યુજી ડિગ્રી વિથ ઓનર્સ / રિસર્ચ પ્રાપ્ત કરવાની તક મળશે. સાથે સાથે મલ્ટિપલ એન્ટ્રી - એક્ઝિટ સિસ્ટમ, અનુતાાતક અને ડોક્ટરલ અભ્યાસ માટે પણ અવકાશ રહેશે. સમગ્ર અભ્યાસ સંશોધન આધારિત રહેશે. અનુભવી અને કાયમી અધ્યાપકો તથા NET / GSET / Ph.D. માર્ગદર્શક ફેકલ્ટીનું માર્ગદર્શન વિધાર્થીઓને પ્રાપ્ત થશે.ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પરથી પ્રવેશ લઈ શકશે તેમજ વધુ માહિતી માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર-૨૯, જલારામ મંદિર પાસે, ગાંધીનગર ખાતે સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સંપર્ક નંબર ૭૫૭૫૯૬ ૨૯૨૯ તથા ઈ-મેલ- [email protected] ઁ ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક કરીશકશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
