News of Friday, 10th July 2026
રાજ્યના 3 થી 4 જિલ્લાઓમાં બાળલગ્નનું પ્રમાણ વધુ: સમાજની જૂની રૂઢિઓ અને પ્રથાઓને કારણે આ કુરીતિ આજે પણ જીવંત
આ પ્રથા અટકાવવા માત્ર સરકાર નહીં, પરંતુ માતા-પિતા અને સમગ્ર સમાજે સાથે મળીને જાગૃતિ લાવવી પડશે:ગુજરાત બાળ આયોગના ચેરમેન દર્શનાબેન ગજ્જર

અમદાવાદ : રાજ્યમાં બાળલગ્નની ગંભીર સમસ્યાને લઈને ગુજરાત બાળ આયોગના ચેરમેન દર્શનાબેન ગજ્જરે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યના 3 થી 4 જિલ્લાઓમાં બાળલગ્નનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોનો સમાવેશ થાય છે. સમાજની જૂની રૂઢિઓ અને પ્રથાઓને કારણે આ કુરીતિ આજે પણ જીવંત છે. દર્શનાબેને જણાવ્યું હતું કે, આ પ્રથા અટકાવવા માત્ર સરકાર નહીં, પરંતુ માતા-પિતા અને સમગ્ર સમાજે સાથે મળીને જાગૃતિ લાવવી પડશે. આયોગ હવે સંબંધિત વિસ્તારોમાં લોકસંપર્ક કરીને સમાજ સાથે સીધી બેઠક યોજશે અને લોકોને બાળલગ્નથી થતા નુકસાન અંગે સમજાવશે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
