<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ચીખલી માત્ર ૨ કલાકમાં ૮ ઇંચઃ વલસાડ જીલ્‍લામાં આભ ફાટયું: ૪ કલાકમાં ૭ ઇંચ, ગણદેવી અને ડાંગ ૫ ઇંચ તો ડોલવણ, વઘઈ, અને ખેરગામમાં ૪ ઇંચ ભારે વરસાદઃ સમગ્ર શહેર જળબંબાકાર

દુકાનો, ઘરો અને બજારોમાં પાણી ફરી વળ્‍યા, ભારે નુકસાન વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાઓની શાળાઓમાં રજા જાહેરઃ મોટર સાયકલ ઉપર વીજ પોલ પડતા યુવકનું કરૂણ મોત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી મેઘરાજા સાચી ઠેરવતા હોય તેમ રાજ્‍ય ના અનેક વિસ્‍તારોમાં મેઘરાજા તૂટી પડ્‍યા છે, મેઘરાજા ના રોદ્ર સ્‍વરૂપ ને લઈને ગણત્રી ના સમય માં અતિભારે વરસાદ તુટી પડતા ભારે નુકસાન થવા પામ્‍યું છે.

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્‍લા માં મેઘરાજા ના કહેર ને કારણે ચીખલી માં માત્ર બે કલાક માં ૮ ઇંચ અને વલસાડમાં માત્ર ૪ કલાકમાં ૭  ઇંચ ભારે વરસાદ તૂટી પડતા સમગ્ર શહેર જળબંબાકાર થઈ જવા પામ્‍યું છે, અનેક બજારો, દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થવા પામ્‍યું છે, અનેક રસ્‍તાઓ બંધ થઈ ગયા છે, ગરનાળા ઓ ભરાઈ જતા, વાહન વ્‍યવહારને અસર થવા પામી છે.

ગઈકાલ બપોર થી મેઘરાજા વલસાડ માં મન મુકી ને વરસી રહ્યા છે એમાં પણ આજે સવાર ના ૬ વાગ્‍યા થી લઈ ને ૧૦ વાગ્‍યા સુધીમાં.. ઇંચ વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે, સ્‍થિતિને જોતા જિલ્‍લા શિક્ષણ અધિકારી શ્રી એ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યા થી લઈ ને ૧૦ વાગ્‍યા સુધીમાં રાજ્‍ય માં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો નવસારી જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં ૨૦૪ મી.મી. (૮.૦૩ ઇંચ) નોંધાયો હતો. ત્‍યારબાદ ગણદેવીમાં ૧૬૯મી.મી. (૬.૬૫ ઇંચ), ખેરગામમાં ૯૯મી.મી. (૩.૯૦ ઇંચ), વાંસદામાં ૮ મી.મી. (૩.૨૩ ઇંચ), નવસારીમાં ૨૫મી.મી. (૦.૯૮ ઇંચ) અને જલાલપોરમાં ૧૯મી.મી. (૦.૭૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્‍લામાં વલસાડ તાલુકામાં ૧૭૫ મી.મી. (૬.૮૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નાનાપોંઢામાં ૮૪ મી.મી. (૩.૩૧ ઇંચ), પારડીમાં ૭૧ મી.મી. (૨.૮૦ ઇંચ), ધરમપુરમાં ૬૨ મી.મી. (૨.૪૪ ઇંચ), કપરાડામાં ૬૦ મી.મી. (૨.૩૬ ઇંચ), વાપીમાં ૫૫ મી.મી. (૨.૧૭ ઇંચ) અને ઉમરગામમાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્‍લામાં આહવા તાલુકામાં ૧૨૮ મી.મી. (૫.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્‍યારે વઘઈમાં ૧૦૭ મી.મી. (૪.૨૧ ઇંચ) અને સુબીરમાં ૪૮ મી.મી. (૧.૮૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્‍લામાં ડોલવણમાં ૧૧૧ મી.મી. (૪.૩૭ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વાલોડમાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ), વ્‍યારામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ) અને ઉચ્‍છલમાં ૨ મી.મી. (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્‍લામાં અંબિકા તાલુકામાં ૮૪ મી.મી. (૩.૩૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો. મહુવામાં ૫૦ મી.મી. (૧.૯૭ ઇંચ), પલસાણામાં ૩૨ મી.મી. (૧.૨૬ ઇંચ), બારડોલીમાં ૨૯ મી.મી. (૧.૧૪ ઇંચ), ચોર્યાસીમાં ૧૨ મી.મી. (૦.૪૭ ઇંચ), કામરેજમાં ૭ મી.મી. (૦.૨૮ ઇંચ) અને સુરત શહેરમાં ૧ મી.મી. (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્‍લામા ઈડરમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્‍લામાં ચીખડા માં ૩ મી.મી. (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો હતો. મહીસાગર જિલ્‍લામાં સંતરામપુરમાં ૩ મી.મી. (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો હતો. 

 

(11:37 AM IST)