News of Wednesday, 15th April 2026
મહેસાણાના રાજકીય આંગણે મુખ્યમંત્રીની હાજરીએ ચર્ચાઓ જગાડી : GIDC હોલના બંધ બારણે થયેલી બેઠકમાં એવી તે કઈ રણનીતિ ઘડાઈ
ભાજપની આ બેઠક વિરોધીઓના સમીકરણો બગાડી શકે:ચૂંટણીના રણમેદાનમાં ઉતરતા પહેલા કાર્યકરોને કયો 'ગુપ્ત મંત્ર' આપવામાં આવ્યો છે?

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ગરમાયો છે. આ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા. મહેસાણા GIDC હોલ ખાતે આયોજિત એક ખાસ બેઠકમાં તેમણે જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ બેઠક આગામી નગરપાલિકા , મહાનગરપાલિકા, તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકસંપર્ક મજબૂત કરવો એ જ વિજયનો સાચો માર્ગ છે. તેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા દરેક બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે સ્થાનિક પ્રશ્નો અને સંગઠનની સ્થિતિ અંગે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મહેસાણા ભાજપનો ગઢ હોવા છતાં, મુખ્યમંત્રીની આ સીધી હાજરી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકશે અને ચૂંટણી પહેલા જ વિપક્ષો સામે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવવામાં મદદરૂપ થશે. સભાના અંતે મુખ્યમંત્રીએ તમામ કાર્યકરોને એકજુથ થઈને 'વિકાસની રાજનીતિ' ને આગળ વધારવા માટે આહવાન કર્યું હતું.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં બેઠા હતા. તો ગાંધીનગર ખાતે નારીશક્તિ વંદન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાલક્ષી કાર્યક્રમમાં સ્ટેજ પર મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ગાંધીનગરના મેયર સહિત મહિલાઓને અપાયું સ્થાન. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી શૈલીમાં રમૂજ પણ કરી હતી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
