<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ઐતિહાસિક સાબરમતી જેલની મુલાકાતે મુખ્‍યમંત્રી

આ જેલમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ આઝાદી આંદોલનમાં રહ્યા હતા... કેદીઓને આત્‍મનિર્ભર બનાવતા રોજગારલક્ષી ઉદ્યોગો, શિક્ષણ વ્‍યવસ્‍થા, કેદીઓ સાથે સંવાદ કરી પ્રસંશા વ્‍યક્‍ત કરી... CM કાર્યાલયના સિનિયર IAS વિક્રાંત પાન્‍ડે CM સાથે રહ્યા : ગાર્ડ ઓફ ઓનરઃ ડો. કે. એલ. એન. રાવ દંપતી દ્વારા ભુપેન્‍દ્રભાઈ પટેલનું ભવ્‍ય બહુમાન...

રાજકોટ, તા.૨૧: ગુજરાતની સહુથી મોટી અને જે જેલમાં એક યુગમાં મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની લડતમાં અંગ્રેજો દ્વારા રાખવામાં આવેલ તેવી ઐતિહાસિક જેલની સેવા સંકલ્‍પ અભિયાન અંતર્ગત મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલ. તેમની સાથે મુખ્‍ય મંત્રી કાર્યાલયના સિનિયર IAS વિક્રાંત પાંડે પણ ઉપસ્‍થિત રહેલ. મુખ્‍યમંત્રીનું ગાર્ડ  of  ઓનર સાથે ઉષ્‍માભર્યું સ્‍વાગત રાજ્‍યના સિનિયર જેલ વડા ઝઞ્‍ભ્‍ ડો. કે. એલ. એન રાવ, તથા ગુજરાતની જેલોમાં કેદીઓને આધુનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ અને તે થકી રોજગારી મળે તેવા અભિયાનમાં જેવો દ્વારા આખી રૂપરેખા ત્‍યાર થયેલ છે, તેવા જાણીતા શિક્ષણવિદ  ડો. ઇન્‍દુ રાવ દ્વારા થયેલ.સન્‍માનમાં જેલ અધિક્ષક ગોરવ અગ્રવાલ પણ સામેલ થયેલ.

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવેલ હતી. અને ત્‍યારબાદ બંદિવાનભાઈઓ દ્વારા કરવામાં આવતી વિવિધ સુધારાત્‍મક પ્રવળત્તિઓથી માહિતગાર થયા હતા. મુખ્‍યમંત્રીશ્રીઓએ તેઓની મહેનત-કલા-કૌશલ્‍યથી આનંદની અનુભૂતિ થઈને બંદિવાનોને માર્ગદર્શન અને વ્‍યક્‍તિગત સુધારણા માટે સકારાત્‍મક પ્રેરણાદાયક એક સંદેશો પુરો પાડેલ હતો. જેલમાં રહેલ બંદિવાનો સાથે પ્રશ્‍નોત્તરી સંવાદ પણ કરવામાં આવેલ હતો. અને સરદાર યાર્ડમાં વિઝીટ કરેલ હતી. ત્‍યારબાદ મુખ્‍યમંત્રીનાઓ દ્વારા જેલમાં ચાલતી સુધારાત્‍મક પ્રવળત્તિઓ જેવી કે, સુથારી વિભાગ, પ્રેસ વિભાગ, બેકરી વિભાગ, વણાટ વિભાગની વિવિધ ચીજ-વસ્‍તુઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્‍યના જેલોના વડા પોલીસ મહાનિદેશકશ્રી ડો.કે.એલ.એન.રાવના સીધા માર્ગદર્શન હેઠળ જેલના અધિક્ષકશ્રી ગૌરવ અગ્રવાલના સુપરવિઝન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું.

 મુખ્‍ય મંત્રી દ્વારા કેદીઓ સાથે સંવાદ દરમિયાન સદાચાર, ઈશ્વર ભજનનો મહિમા પાણ સમજાવેલ.

(3:54 PM IST)