તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી દ્વારા મનોમંથનઃ ચતુષ્કોણિય સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ
અમિતભાઇ શાહના સૂચન મુજ્બ ગુજરાતમાં ટોચ લેવલની બેઠકમાં રણનીતિ તૈયાર.. : મુખ્ય સચિવ, મુખ્ય પોલિસ વડા, ib વડા, સિનિયર આધિકારીઓ, કેન્દ્રીય એજન્સીઓના ટોચના અધિકારીઓ હાઈ લેવલની બેઠકમાં સામેલ

રાજકોટ, તા.૩: મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સરહદી જિલ્લા ભુજમાં થયેલી બેઠકમાં સરહદ રાજ્ય, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા તંત્ર અને નાગરિકો એમ ચાર સ્તંભ આધારિત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનો ખ્યાલ અપાયો છે. આ સંદર્ભે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સામૂહિક મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તંત્રના સંકલનથી થઈ રહેલા કામની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં ગેરકાયદે પ્રવળત્તિઓ, ઘૂસણખોરી, નશીલા પદાર્થોની હેરાફેરી કરાવનારાઓને સ્પષ્ટ સંદેશ આપીએ કે ગુજરાતમાં હવે આવા કળત્યો ચાલશે નહિ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રોજિંદા કામો અને સરહદી સુરક્ષાને લગતા કામોમાં મોટો ફેર છે. ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને વિના વિલંબે પરિણામદાયી કામ થાય તે સુનિヘતિ કરવું જોઈએ. તેમણે સરહદી વિસ્તારના સેફટી કન્સર્નને અગ્રતા આપવા પર ભાર મૂકયો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, આઈ.બી. વડા, વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, રેન્જ આઈજી, સરહદી જિલ્લાના કલેકટરો અને પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
