<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ,શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરી

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને સાથે મળીને વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાત'ના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ભગવાનના ચરણોમાં રાજ્યના દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ,શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરી છે.આ સાથે તેમણે દેશના માનનીય વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાત'ના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.તેમણે ઉમેર્યું હતું કે સૌના સામુહિક સહયોગ અને દ્રઢ સંકલ્પથી જ એક સમૃદ્ધ,સ્વસ્થ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બનશે.

(6:11 PM IST)