<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ગુરુપૂર્ણિમાના દિવસે શામળાજી દર્શનાર્થે જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રોટોકોલ બાજુ પર મૂકીને સામાન્ય નાગરિકની જેમ દીકરીઓ અને ગ્રામજનોને મળ્યા

માથે સુશોભિત કળશ ધારણ કરેલી ગૌરીવ્રત કરતી નાની દીકરીઓએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું : મુખ્યમંત્રીના સરળ-સહજ અવતારથી ગ્રામજનો-બાળકોમાં ભારે ખુશી

અમદાવાદ તા.૨૯ : ગુરુપૂર્ણિમાના દિવસે શામળાજી દર્શનાર્થે જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રોટોકોલ બાજુ પર મૂકીને કાફલો રોકાવ્યો હતો.સામાન્ય નાગરિકની જેમ  દીકરીઓ અને ગ્રામજનોને મળ્યા હતા.

 લુસડીયા ગામથી પસાર થયા ત્યારે રસ્તા પર ઉભેલા શાળાના બાળકો સાથે નિકટતાથી વાર્તાલાપ કરી અને પ્રોત્સાહિત કર્યા હતા. માથે સુશોભિત કળશ ધારણ કરેલી ગૌરીવ્રત કરતી નાની દીકરીઓએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું.ગ્રામજનો અને બાળકોએ હર્ષોલ્લાસ સાથે મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા

મુખ્યમંત્રીશ્રીના આ સરળ અને સહજ અવતારથી ગ્રામજનો અને બાળકોમાં ભારે ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી છે.

(2:36 PM IST)