તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેમનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીની મુલાકાત લીધી
વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક અભ્યાસની સુવિધા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું મુખ્ય કેન્દ્ર

અમદાવાદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના મેમનગર ખાતે 'પંડિત દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા' દ્વારા સંચાલિત લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી અને સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.
આ સંસ્થા સ્વ. નાનાજી દેશમુખની પ્રેરણા અને સ્વ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને આધારે કાર્યરત છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડે છે.
લાઇબ્રેરીઓની મુખ્ય વિશેષતાઓ અને આંકડાકીય માહિતી
મેમનગર લાઇબ્રેરી:
૧૭ જુલાઈ, ૧૯૯૯થી કાર્યરત.
વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક અભ્યાસની સુવિધા.
અત્યાર સુધીમાં ૩,૮૩૪ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે (જેમાં CA/CS, GPSC, મેડિકલ, એન્જિનિયરિંગ અને જનરલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ શામેલ છે).
આધુનિક સુવિધાઓ, બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ, CCTV કેમેરા, નિયમિત ઓડિટ અને એકાઉન્ટિંગ વ્યવસ્થા.
બોપલ લાઇબ્રેરી:
અત્યાર સુધીમાં ૧,૮૬૬ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે (કમ્પ્યુટર/IT, MBA, મેડિકલ, એન્જિનિયરિંગ અને કોમર્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ).
આશરે ૬,૫૦૦ જેટલા પુસ્તકો ઉપલબ્ધ, જેનો લાભ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ લઈ રહ્યા છે.
સામાજિક, સાંસ્કૃતિક અને અન્ય પ્રવૃત્તિઓ
દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા શિક્ષણ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પણ સક્રિય યોગદાન આપે છે:
સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો: વાનપ્રસ્થ મિલન, સમાજસેવકોનું મિલન, સંવેદના અને સંસ્કાર કેન્દ્ર, ગ્રામ સંપર્ક-ગ્રામ દર્શન, વૈદિક ગણિતના વર્ગો તેમજ નિષ્ણાતોનું માર્ગદર્શન.
આરોગ્ય પ્રવૃત્તિઓ: યોગ, એક્યુપ્રેશર અને બાળ સંસ્કાર કેન્દ્રનું નિયમિત આયોજન.
પર્યાવરણ સંરક્ષણ: વૃક્ષારોપણ, તુલસીના રોપાનું વિતરણ અને ફૂલછોડનું વાવેતર.
રાષ્ટ્રીય તથા સામાજિક જાગૃતિ: રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, પંડિત દીનદયાળ જયંતી અને દિવાળી સ્નેહમિલનનું આયોજન.
મુલાકાત પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી રસિકભાઈ ખમાર, મોહનભાઇ ચાવડા, પાયલબેન વ્યાસ, જ્યોતિબેન ભાંડારી, ઉત્કંઠભાઈ ભાંડારી, ઉદયભાઈ કારાણી, ચંદ્રકાન્તભાઈ પટેલ, હાર્દિકભાઈ પરીખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
