તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ ના ઉદ્ઘાટન વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ : વારાણસીના પ્રવાસીનો જન્મદિવસ બન્યો યાદગાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશભરમાંથી આવેલા સહેલાણીઓએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લીધી : સહજ અને હળવાશભર્યા માહોલથી ઉત્સવનું આકર્ષણ વધ્યું

રાજપીપલા : એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ ના ભવ્ય શુભારંભ અને ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા દેશભરના પ્રવાસીઓ સાથે ખૂબ જ હળવાશભર્યો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીના આ સહજ સ્વભાવે ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લીધું હતું અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
વારાણસીના પ્રવાસી માટે જન્મદિવસની અનમોલ ભેટ:
વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ઉત્તર પ્રદેશના વારાણસીથી પરિવાર સાથે આવેલા સ્વાતી શ્રીવાસ્તવ માટે આ દિવસ જીવનભરનો સંભારણું બની ગયો હતો. ખાસ સંજોગોમાં આજે તેમનો જન્મદિવસ હોવાથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીને સેલ્ફી લેવાની તક મળતા તેમનો આનંદ બેવડાઈ ગયો હતો. તેમણે મુખ્યમંત્રી સાથેની આ ક્ષણને પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ ગણાવીને આભાર વ્યક્ત કર્યો હતો.
આ આત્મીય મુલાકાત દરમિયાન માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા અસંખ્ય પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ પોતાના મોબાઈલ ફોનમાં મુખ્યમંત્રી સાથેની યાદગાર પળોને કેદ કરી હતી. દેશની અખંડિતતા, સાંસ્કૃતિક વૈવિધ્ય અને પરસ્પર સૌહાર્દના પ્રતીક સમાન એકતાનગરમાં પ્રવાસીઓ સાથેની આ સહજ મુલાકાતે આખા પર્વની ઉજવણીની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
