<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો "યુવા-સંવાદ" કાર્યક્રમ

યુવાઓને લાભકારી સરકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીની તકો, રમતગમત, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ જેવા સમાજને અને ખાસ કરીને યુવાપેઢીને સ્પર્શતા વિવિધ વિષયો પરના વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી સીધો જ સંવાદ કરશે.

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૨૫ ના રોજ કલેક્ટર ઓફિસનાં નવાં ભવનનાં લોકાર્પણ માટે પધારી રહ્યા છે ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે "યુવા-સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
  યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ અટલ ઓડિટોરિયમ ખાતે શુક્રવારે બપોરે ૧૨-૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના વર્તમાન અને ભાવિ વિકાસ, યુવાઓને લાભકારી સરકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીની તકો, રમતગમત, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ જેવા સમાજને અને ખાસ કરીને યુવાપેઢીને સ્પર્શતા વિવિધ વિષયો પરના વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીધો જ સંવાદ કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરીયા, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, શહેર અને જિલ્લાના ધારાસભ્યઓ તથા અન્ય અગ્રણીઓ તેમ જ આમંત્રિત ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત યુનિવર્સિટી વિસ્તારના અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિવિધ ભવનો અને કોલેજૉના મળીને  ૭૦૦ જેટલા યુવાન વિદ્યાર્થી ભાઈબહેનો ઉપસ્થિત રહેનાર છે.

(7:26 PM IST)