તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 29th July 2026
રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં : 272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિર્મિત ઓડિટોરિયમ હોલમાં કાર્યક્રમ :મનપાના રૂ.98.12 કરોડના 13 કામોના લોકાર્પણ અને રૂ.154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરશે

રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે રાજકોટની મુલાકાતે આવશે તેઓના હસ્તે 272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે
તારીખ 2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત ઓડિટોરિયમ હોલમાં છે. જ્યાંથી રાજકોટ શહેરના કુલ રૂ.272,26,57,000 ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.98.12 કરોડના 13 કામોના લોકાર્પણ થશે. આ ઉપરાંત રૂ.154.04 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ઓડિટોરિયમ હોલમાં જે કાર્યક્રમ થવાનો છે તે રાજકોટનો બીજો સૌથી મોટો ઓડિટોરિયમ હોલ બનવા જઈ રહ્યો છે. જે રૂ.11.91 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેની સીટિંગ કેપેસિટી 934 છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તૈયાર થયેલી નવનિયુક્ત ન્યૂ લાઇબ્રેરી બિલ્ડીંગનું આખરે લોકાર્પણ થશે. જે રૂ.7.71 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ લાઇબ્રેરીમાં આગ બુઝાવવાના સાધનો અને ફાયર NOC ન હોવાથી લોકાર્પણ થઈ શક્યું ન હતું અને તેથી વિદ્યાર્થીઓ માટે પણ આ લાઇબ્રેરી કામ આવી રહી ન હતી પરંતુ, હવે જ્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. આ સિવાય અહીંના હેલ્થ સેન્ટરનું રૂ.68.57 લાખના ખર્ચે લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 20,10,57,000ના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત થોરાળા ગામના 67 ખેડૂતોને 7-12ના દાખલા આપવામાં આવશે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
