તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 22nd July 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય વેરા વિભાગના ૩૦૧ નવનિયુક્ત વેરા નિરીક્ષકોને એપોઇન્ટમેન્ટ લેટર અર્પણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ" ના મંત્ર સાથે પારદર્શિતા અને કર્તવ્યનિષ્ઠાથી જનસેવા કરવા મુખ્યમંત્રીની પ્રેરણાદાયી હાકલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ૩૦૧ વેરા નિરીક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે સત્તાવાર રીતે નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય શાસનને વધુ સુદૃઢ અને વહીવટને ઝડપી બનાવવાના આશયથી યોજાયેલા આ ખાસ નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે આયોજિત આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, હર્ષભાઈ સંઘવી તથા અન્ય વરિષ્ઠ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય વેરા વિભાગમાં જોડાઈ રહેલા તમામ ૩૦૧ નવનિયુક્ત વેરા નિરીક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની નવી સરકારી સફર માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ઉમેદવારોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "Reform, Perform, Transform" ના દૂરંદેશી અભિગમનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નવનિયુક્ત અધિકારીઓને સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠા, પારદર્શિતા અને પ્રામાણિકતાપૂર્વક જનસેવાની ભાવનાથી પોતાની વહીવટી ફરજો બજાવવા માટે આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે ઉમેદવારોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું સક્રિય અને નિષ્ઠાવાન યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશને 'વિકસિત ભારત' બનાવવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવામાં આ તમામ નવનિયુક્ત અધિકારીઓ મહત્વપૂર્ણ અને નિ નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારના મહેસૂલી અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવામાં આ નવી ભરતી અત્યંત ઉપયોગી સાબિત થશે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
