News of Monday, 19th October 2026
વિજયાદશમી પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાગરિકોને હાર્દિક શુભકામનાઓ : અસત્ય પર સત્ય અને અસુરી શક્તિઓ પર દૈવી વિજયનું ઉત્સવ
આંતરિક શત્રુઓ અને નકારાત્મકતા પર વિજય મેળવી સમાજમાં સદ્ભાવના, સમરસતા અને પરસ્પર પ્રેમની ભાવના દ્રઢ કરવા મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમસ્ત ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ પર્વ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું અનોખું ઉમંગ પર્વ હોવાનું તેમણે જણાવ્યું છે.
આંતરિક નકારાત્મકતા પર વિજયનો સંદેશ:
મુખ્યમંત્રીશ્રીએ વિજયાદશમીના આ પર્વને માત્ર બાહ્ય વિજય નહીં પરંતુ મનુષ્યની ભીતર રહેલા આંતરિક શત્રુઓ અને તમામ પ્રકારની નકારાત્મકતાઓ પર વિજય મેળવવાનો વિજયોત્સવ ગણાવ્યો છે. શક્તિની આરાધનાના નવરાત્રી ઉત્સવની પૂર્ણાવતી બાદ આવતું આ વિજયાદશમીનું પર્વ સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો, સૌહાર્દ અને સામાજિક સમરસતાની સાથે 'સૌના સાથ, સૌના વિકાસ' ની નેમને સાર્થક કરનારું બને તેવી ઊંડી અપેક્ષા તેમણે વ્યક્ત કરી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
