તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં જોગણી માતાના મંદિરે આયોજિત ગરબા મહોત્સવમાં ભાવપૂર્વક સહભાગી થયા
ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી હતી અને માતાજીનું પૂજન કરીને રાજ્યની સુખાકારી તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી :મુખ્યમંત્રીએ લોકોને દેવદિવાળીની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના મેમનગરમાં જોગણી માતાજીના મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે આયોજિત ૪૧ માં ગરબા મહોત્સવમાં ભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ જોગણી માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી હતી અને માતાજીનું પૂજન કરીને રાજ્યની સુખાકારી તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ જોગણી માતાજીના મંદિરે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલીને દેવદિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અમ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી સહિતના સ્થાનિક કાઉન્સિલર અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેમનગરના જોગણી માતાજીના મંદિરે આઇશ્રી શક્તિ મિત્રમંડળ, મેમનગર મિત્રમંડળ અને મેમનગર ગામ પરિવાર દ્વારા દર વર્ષે દેવદિવાળીના પાવન દિવસે ગરબા મહોત્સવ યોજવામાં આવે છે
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
