<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં રાવણદહન કરાયું

મુખ્યમંત્રીએ રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું:વિજયાદશમી મહોત્સવમાં શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં વિજયાદશમી મહોત્સવમાં સહભાગી થયા હતા અને તેમના હસ્તે રાવણદહન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું હતું.
શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ -૨૦૨૬ અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહનના કાર્યક્રમ યોજાયો હતો. સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો હતો.
વિજયાદશમી મહોત્સવમાં શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, સંતો-મહંતો, પ્રેરકભાઈ શાહ સહિતના રાજકીય અગ્રણીઓ, અમ્યુકોના પદાધિકારીઓ, શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વડા સંદીપ બારોટ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:19 PM IST)