News of Monday, 12th October 2026
ગાંધીનગરમાં આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા આયોજિત નવરાત્રી ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા : માં આદ્યશક્તિની આરતી અને આરાધના કરી
મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને વરિષ્ઠ સનદી અધિકારીઓ પરિવારજનો સાથે ઉત્સવમાં થયા સહભાગી : એસોશિએશનના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીનો ભાવભર્યો સત્કાર કરવામાં આવ્યો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં ભવ્ય ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉત્સાહભેર ભાગ લઈને માં આદ્યશક્તિની આરતી અને આરાધના કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ એમ.કે. દાસ અને આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ સી.વી. સોમ તથા શ્રીમતી ચંદ્રાણી સોમ, વરિષ્ઠ સચિવો તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અને અદબ સાથે ભાવભર્યો સ્વાગત અને સત્કાર કર્યો હતો.
આ ગરબા ઉત્સવમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ તેમજ રાજ્ય સરકારમાં સેવારત અને નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. સૌએ ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ માણી હતી અને નવરાત્રી પર્વની દિવ્ય ઉજવણી કરી હતી.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
