<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈને, જનરલ હોસ્પિટલની અચાનક લીધી મુલાકાત: CDMO અને RMOને કારણદર્શક નોટિસ ફટકારાઇ

સ્વચ્છતામાં ક્ષતિ, સ્ટાફની ગેરહાજરી તેમજ કામગીરીમાં જોવા મળેલી ત્રુટિઓને ગંભીરતાથી લઈ CDMO અને RMOને કારણદર્શક નોટિસ અપાઈ

છોટાઉદેપુર જિલ્લાના કલેકટર ગાર્ગી જૈને, જનરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી  હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, આરોગ્યની સુવિધાઓ તેમજ સ્ટાફની હાજરીની સ્થિતિનું જિલ્લા કલેકટરે નિરીક્ષણ કર્યું હતું દર્દીઓ સાથે પણ કલેક્ટરે સીધો સંવાદ કર્યો હતો  દર્દીઓ સાથે વાર્તાલાપ કરી તેમને મળતી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતો જિલ્લા કલેકટરે સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરી કેટલીક જગ્યાએ ક્ષતિઓ ધ્યાને આવતાં તાત્કાલિક સુધારવા કડક સૂચનાઓ આપી હતો ,કર્મચારીઓની નિયમિત હાજરી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા બાબતે પણ કલેકટરે સ્પષ્ટ સૂચના આપી હતી  ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતામાં ક્ષતિ, સ્ટાફની ગેરહાજરી તેમજ કામગીરીમાં જોવા મળેલી ત્રુટિઓને ગંભીરતાથી લઈ CDMO અને RMOને કારણદર્શક નોટિસ અપાઈ છે .

(9:23 PM IST)