હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે CHHAAP@Sabarmati 2026 નું ભવ્ય સમાપન: 8 દિવસીય મહોત્સવમાં ભારતીય હસ્તકલા અને નવીન ડિઝાઇનની ઉજવણી
NIFT ગાંધીનગર દ્વારા ત્રીજી આવૃત્તિનું આયોજન, થીમ 'સ્વર્ણિમ ભારત - વિરાસત અને વિકાસ'; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ઉદ્ઘાટન : ભારતીય હસ્તકલા, હેન્ડલૂમ અને સમકાલીન ડિઝાઇનનો સંગમ

અમદાવાદ તા.૩૧ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર-એ ખાતે 23 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા 8 દિવસીય ભવ્ય મહોત્સવ CHHAAP@Sabarmati 2026 નું સમાપન થયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ગાંધીનગર દ્વારા આયોજિત આ ત્રીજી આવૃત્તિમાં ભારતીય હસ્તકલા, હેન્ડલૂમ અને સમકાલીન ડિઝાઇનનો સંગમ જોવા મળ્યો.
આ વર્ષની થીમ "સ્વર્ણિમ ભારત - વિરાસત ઔર વિકાસ | Rooted in Heritage, Reimagined for Tomorrow" રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરી 100 થી વધુ સ્ટોલની મુલાકાત લીધી હતી અને કારીગરો સાથે સંવાદ કર્યો હતો.
આ મહોત્સવમાં દેશભરના 100 થી વધુ માસ્ટર કારીગરો અને NIFT ના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી હતી. ક્રાફ્ટ થીમ પેવેલિયન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, વર્કશોપ, માસ્ટરક્લાસ, કલા વાર્તા અને VR આધારિત ક્રાફ્ટ અનુભવ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં કલા સંધ્યા હેઠળ ઇન્ડિયન એરફોર્સ બેન્ડ દ્વારા વંદે માતરમની પ્રસ્તુતિ, સાબરમતી આરતી, ડ્રોન શો અને NIFT ગાંધીનગર દ્વારા ખાસ ફેશન શો યોજાયો હતો. NIFT ના ડાયરેક્ટર ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે CHHAAP એ પરંપરાગત કારીગરીને આધુનિક ડિઝાઇન અને ઉદ્યોગસાહસિકતા સાથે જોડવાનો પ્રયાસ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
