તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
વડોદરાના સાવલી તાલુકાના સમલાયા ગામે કેમિકલ માફિયાઓ દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો
નદીમાં સફેદ રંગના ફીણની ચાદર છવાઈ;પાણી લાલ રંગનું દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ:કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોવાના પણ આક્ષેપ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામે કેમિકલ માફિયાઓ દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે મિની નદી ગંભીર રીતે પ્રદૂષિત બની છે. નદીમાં સફેદ રંગના ફીણની ચાદર છવાઈ ગઈ છે, જ્યારે પાણી લાલ રંગનું દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોમાં ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી, તેથી કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
