તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ખોડલધામમાં જયજયકાર...શ્રીમતી આનંદીબેન અને અનારબેન પટેલના હસ્તે ધ્વજારોહણ

રાજકોટઃ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ અને શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલે આજ રોજ શ્રી ખોડલધામ મંદિર કાગવડના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો. આજ રોજ તારીખ ૨૫ એપ્રિલના રોજ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલ અને તેઓના પરિવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાષાોક્ત વિધિથી ધ્વજાજીનું પૂજન કરીને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ માનનીય શ્રીમતિ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહીને મા ખોડલના દર્શન કરી શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત શ્રીમતિ આનંદીબેન પટેલનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું હતું.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
