News of Sunday, 31st May 2026
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો :વડાલીમાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો
હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ. દિવસભર ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા રાહત.
સાબરકાંઠા જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ
વડાલી 22 મીમી. ખેડબ્રહ્મા 18 મીમી. વિજયનગર 14 મીમી. ઇડર 10 મિમી. હિંમતનગર 09 મીમી.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
