<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે હવામાનમાં પલટો: મિશ્ર ઋતુનો અહેસાસ

ગુલાબી ઠંડી વચ્ચે રાજ્યમાં સૌથી નીચું 17 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું

અમદાવાદ   રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે હવામાનમાં પલટો આવ્યો છે, જેના લીધે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે રાજ્યમાં સૌથી નીચું 17 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી લોકોને ગરમીનો અનુભવ થશે. આમ, હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોને સવાર અને સાંજે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

(6:05 PM IST)