<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

અરવલ્લી અને દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો: ભારે પવન વચ્ચે દાહોદ, ઝાલોદ ફતેપુરા સહિતના પંથકમાં વરસાદ ખબાક્યો

મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વીજળી ગૂલ

અરવલ્લી અને દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ  વરસ્યો હતો. ભારે પવન વચ્ચે દાહોદ, ઝાલોદ ફતેપુરા સહિતના પંથકમાં વરસાદ ખબાક્યો હતો. વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ દાહોદ શહેરના અનેક વિસ્તારોની લાઈટો બંધ થતાં લોકો પરેશાન થયા હતા. 

 અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર વિસ્તારમાં પણ મધ્યરાત્રીએ વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો . પવન અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વીજળી ગૂલ થઇ હતી 

(6:03 PM IST)