<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

સુરતના વાતાવરણમાં પલટો : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો.

પાંડેસરા, ઉધના, પર્વતપાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. પાંડેસરા, ઉધના, પર્વતપાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલી ગરમી અને ઉકળાટના કારણે લોકો પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે વરસાદે શહેરવાસીઓને મોટી રાહત આપી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ. વરસાદ પડતાં બાળકો અને યુવાનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી.

(6:26 PM IST)