તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો : હિંમતનગરના મોતીપુરા, ગઢોડા, સાબર ડેરી અને રામપુરા ચોકડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને આ વરસાદના કારણે મોટી રાહત મળી

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જ્યાં બપોર બાદ આકાશ વાદળછાયું બન્યા બાદ રાત્રિના સમયે સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જિલ્લા મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા, ગઢોડા, સાબર ડેરી તેમજ રામપુરા ચોકડી સહિતના આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.બીજી તરફ, ચોમાસાની શરૂઆતમાં જ વરસેલા આ વરસાદને પગલે વાવણીની તૈયારી કરતા જગતના તાત એટલે કે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
