News of Friday, 18th September 2026
સેવા સંકલ્પ યાત્રા અભિયાન- વડનગરથી વારાણસી-૨૦૨૬: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતરામ મંદિર, સમાધિસ્થાન, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પ.પૂ.મહંતના આશિષ લીધા
કમળા ચોકડી ખાતે સંકલ્પ યાત્રાના બાઈકર્સોનું મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રનાદના જયઘોષથી ભવ્ય સ્વાગત કરાયું:નડિયાદના નગરજનોએ જળ કળશ તેમજ સેવા સંકલ્પ યાત્રીઓને ઉત્સાહભેર વધાવ્યા

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન સેવાથી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગરથી વારાણસી સુધીની સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આવી પહોંચેલા બાઈકર્સોનું ભારત માતાકી જયના જય ઘોષ સાથે મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સાથે સૌ જન પ્રતિનિધિઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું..
નાયબ મુખ્યમંત્રીએ કમળા ચોકડી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. કમળા ખાતે અંબાજી પદયાત્રીના સેવા મંડપ દ્વારા તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રનાદથી હર્ષભેર સૌનું સ્વાગત કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતરામ સમાધિસ્થાન, શ્રી સંતરામ મંદિર ખાતે પ્રણામ કરી પ્રાર્થના કરી તેમજ શ્રી રામનારાયણ ભવનમાં પરમ પૂજ્ય મહંત નારાયણદાસ સ્વામીની સમાધિએ પણ શ્રદ્ધાપૂર્વ પ્રણામ કર્યા હતા. તેમણે પરમ પૂજ્ય મહંત શ્રીરામદાસજી મહારાજના આશીર્વચન લીધા હતા.
નડિયાદના નગરજનોએ જળ કળશ તેમજ સેવા સંકલ્પ યાત્રીઓને ફૂલોથી ઉત્સાહભેર વધાવ્યા હતા.
આ તકે મહેસુલ રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અગ્રણી નયનાબેન પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ શ્રદ્ધાળુઓ અને ભક્તો શ્રી સંતરામ મહારાજના દર્શનાથી તેમજ કલેકટર એન.વી ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર કિરણ ઝવેરી, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર સાથે વહીવટી તંત્રના અધિકારી સર્વઓ ઉપસ્થિત રહ્યા હતા
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
