તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર :છેલ્લા એક માસમાં કુલ 10 ના મોત :રાજ્યભરમાંથી 150 શંકાસ્પદ કેસ નોંધાયા
તમામ કેસના સેમ્પલની GBRCમાં તપાસ:સેમ્પલ તપાસ દરમિયાન 26 પોઝિટિવ કેસ:તમામ સેમ્પલ પૈકી 9 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ:10 મોત પૈકી રાજસ્થાનના 3 દર્દીના મોત: 3 પોઝિટીવ દર્દીને ડીસ્ચાર્જ

અમદાવાદ : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો છે. ચાંદીપુરાને કારણે છેલ્લા એક માસમાં રાજ્યમાં કુલ 10 ના મોત નિપજ્યા છે. રાજ્યભરમાંથી 150 શંકાસ્પદ કેસ મળ્યા છે. તમામ કેસના સેમ્પલની GBRCમાં તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલ તપાસ દરમિયાન 26 પોઝિટિવ કેસ. તમામ સેમ્પલ પૈકી 9 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. 10 મોત પૈકી રાજસ્થાનના 3 દર્દીના મોત. 3 પોઝિટીવ દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં કેસ આવે ત્યાં આરોગ્ય ટિમ દ્રારા સર્વેલન્સ કરવામાં આવે છે. ચાંદીપુરા સહિત અન્ય રોગચાળાને લઈને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
