તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ચંદન રાઠોડની યાદો રહેશે જીવંત:અકસ્માત સ્થળે બનશે સ્મારક: વિજય સુવાળાએ ભાવુક ક્ષણો વચ્ચે એક મહત્વની જાહેરાત કરી
જાણીતા કલાકાર વિજય સુવાળા તેમના ઘરે પહોંચ્યા :તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારને સાંત્વના પાઠવી

ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા સ્વર્ગસ્થ ચંદન રાઠોડના નિધન બાદ ગુજરાતી મનોરંજન જગતમાં શોકનો માહોલ છે. ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા માટે જાણીતા કલાકાર વિજય સુવાળા તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
વિજય સુવાળાએ ચંદન રાઠોડના પરિવાર સાથે સમય વિતાવી તેમની સાથે દુઃખની ઘડીમાં ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. ચંદન રાઠોડના નિધનથી તેમના પરિવાર, મિત્રો અને તેમને ઓળખતા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
આ મુલાકાત દરમિયાન વિજય સુવાળાએ ચંદન રાઠોડની યાદોને કાયમી રાખવા અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ચંદન રાઠોડનું જ્યાં અકસ્માતમાં નિધન થયું હતું, તે સ્થળે વિહોતર ગ્રુપ દ્વારા સ્મારક બનાવવામાં આવશે.
આ સ્મારક પાછળનો હેતુ ચંદન રાઠોડની યાદોને લાંબા સમય સુધી જીવંત રાખવાનો છે. તેમના પરિવારજનો અને ખાસ કરીને બાળકો વર્ષો બાદ પણ તેમને યાદ કરી શકે તે માટે આ સ્મારક મહત્વનું બની રહેશે.
વિજય સુવાળાની જાહેરાત બાદ ચંદન રાઠોડના ચાહકોમાં પણ આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે. અકસ્માત સ્થળને સ્મૃતિસ્થળ તરીકે વિકસાવવાનો આ પ્રયાસ ચંદન રાઠોડ સાથે જોડાયેલી યાદોને સાચવી રાખવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
વિજય સુવાળાએ સ્પષ્ટ કર્યું કે સ્મારક માત્ર એક સ્થળ તરીકે નહીં પરંતુ ચંદન રાઠોડની યાદો અને તેમના પરિવાર સાથે જોડાયેલી લાગણીઓને જાળવી રાખવાના હેતુથી બનાવવામાં આવશે. તેમના બાળકો અને પરિવારજનો ભવિષ્યમાં પણ આ સ્થળે આવીને તેમને યાદ કરી શકે તેવો ભાવ આ પહેલ પાછળ હોવાનું જણાવાયું છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
