તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ચૈતર વસાવાની મુશ્કેલીમાં થયો વધારો : પોલીસની છબી ખરડાય તેવા નિવેદન આપવાના મામલે ભરૂચ કોર્ટનું તેડું
કોર્ટે તેમને નોટિસ પાઠવી 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે તેડું મોકલ્યું :તેઓ જેલમાં હોવાને કારણે નોટિસની બજવણી જેલમાં પણ કરવામાં આવે તેવી સૂચના કોર્ટે આપી

ભરૂચના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. પોલીસની છબી ખરડાય તેવા નિવેદન આપવાના મામલે ભરૂચ કોર્ટે ચૈતર વસાવા સામે કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવી છે. કોર્ટે તેમને નોટિસ પાઠવી 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે તેડું મોકલ્યું છે. ખાસ કરીને હાલ તેઓ જેલમાં હોવાને કારણે નોટિસની બજવણી જેલમાં પણ કરવામાં આવે તેવી સૂચના કોર્ટે આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન ચૈતર વસાવાની હાજરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
