તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 29th April 2026
સેન્ટ્રલ જીએસટીના સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રૂપિયા ૨૦ લાખ લેતા આવી રીતે ઝડપાયા...
અનુભવી અધિકારીઓ બદલાય જતા નવા અધિકારીઓ ટ્રેન્ડ થાય ત્યાં સુધી મોજે મોજ હોવાની કલ્પનાનો acb વડા પિયુષ પટેલ, જોઇન્ટ ડાયરેક્ટર પી. કે. મલની સૂચના મુજબ ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જે . ડી.મેવાડાના નેતૃત્વમાં ટીમે ફુગ્ગો ફોડી નાખ્યો : રિમાન્ડ દરમિયાન અનેક વહીવટો બહાર લાવવા ભારે ધમધમાટ, અ પ્રમાણસર મિલકત શોધવા સર્ચ, નાયબ નિયામક ટીમની હેડ કવાટર દ્વારા પીઠ થાબડવામાં આવી..

રાજકોટ, તા.૨૯: પોલીસ તંત્રમાં acb સહિત વ્યાપક ફેરફાર પછી, અનુભવી પોલીસ ઇન્સપેક્ટર કે સ્ટાફ ન હોવાની ચર્ચાના પગલે પાગલે ACB વડા પિયુષ પટેલ, સૌરાષ્ટ્નો હવાલો ધરાવતા જોઇન્ટ ડાયરેક્ટર પી. કે મલ, ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવસિંહ વાઘેલા અને જે ડી મેવાડા વિગેરે સક્રિય બની ACB ની અનુભવી ટીમોને વિશેષ સૂચના આપી એક્ટિવ કરતા સેન્ટ્રલ જીએસટીના સુપ્રીન્ટેન્ડન્ટ વતી રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા વચેટિયા શખ્સને ઝડપી લેતા, રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ સાથે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટસના ખાતાઓ પણ ફફડી ઊઠ્યા છે, એક યુગમાં સેન્ટ્રલમાં માત્ર સીબીઆઇ જ ત્રાટકતી, ખાસ કેસમાં સ્ટેટ acb ત્રાટકે તો પણ લાંચ રૂશ્વતનો રેશિયો નીચો લાવવા સરકારની રણનીતિ મુજબ કાર્યવાહી થવા લાગી છે.
રાજકોટ શહેરમાં રેસકોર્સ રીંગ રોડ પર આવેલી CGST ડિવિઝન-૧ કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ મનબોધ કુમાર (ઉ.વ.૪૩) અને ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા વચેટિયા આકાશ રમેશભાઈ કલોલીયા (ઉ.વ.૩૩) ને ACB એ રૂ.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.
ગુનાની વિગતઃ ફરિયાદીની પેઢી વિરુદ્ધ GST ન ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે CGST કચેરીમાં અરજી થયેલ હતી. આ કેસની પતાવટ કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમારે વચેટિયા આકાશ મારફતે રૂ. ૨૫ લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ. ૨૦ લાખ આપવાનું નક્કી થયું હતું.
તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ વચેટિયા આકાશને ST બસ સ્ટેન્ડ પાછળ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ પાસે ટુ-વ્હીલર સાથે રૂ. ૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમારને CGST કચેરી બહારથી ઝડપી લેવામાં આવ્યો.
આગળની કાર્યવાહીઃ બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમારના રૈયા રોડ પરના રહેણાંક મકાનની પણ ACB દ્વારા ઝડતી લેવામાં આવી છે.
ACB ની અપીલઃ લાંચ સંબંધિત કોઈ પણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરવો.
ટ્રેપીંગ અધિકારીઃ શ્રી એ.એ.ખોખર, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તથા રાજકોટ શહેર એ.સી.બી.સ્ટાફ મદદમાં રહેનાર અધિકારીઃ શ્રી પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી. ફિલ્ડ રાજકોટ એકમ રાજકોટ.

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
